અંકલેશ્વર માં પુનઃ એકવાર ધોળા દિવસે ચોરી ઘટના બની છે. પત્ની લેવા સવારે પતિ વ્યારા ગયો અને તસ્કરો ઘર માં હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર ના નવા બોરભાઠા ગામ ખાતે ભાડાના મકાન માં રહેતા ગામીત પરિવાર સાથે બનાવ બન્યો હતો.અંકલેશ્વર તાલુકાનાં નવા બોરભાઠા ગામ ખાતે પટેલ ફળીયા માં […]

જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયતમાં અરજી કરનાર યુવાનને મરણતોલ માર ખાઈને કિંમત ચુકાવી પડી હોવાની ઘટના સામે આવી છે. ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારતા સારવાર માટે વડોદરા ખસેડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ટૂંડજ ગામનાં સુરેશ ડાહ્યાભાઈ વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની […]

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.​​​​​​​નશાના સોદાગરો દ્વારા ગુજરાત રાજ્યમાં મોટાપાયે નશીલા પદાર્થ ઘૂસાડવામાં આવી રહ્યા છે, જેને પગલે નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા […]

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પાણીની ટાંકી સામે હાઇસ્કૂલની દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતાં જુગારિયાઓને ઝડપી પાડવા પાલેજ પોલીસે દરડો પાડ્યો હતો. જોકે, ચાર જુગારિયા ઝડપાઇ ગયાં હતાં. જ્યારે 4 જણા નાસી ગયાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ […]

અંકલેશ્વરમાં યુવા નિધિ કંપનીમાં રોકરણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે બેંકના એમડી સહીત ચાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આર.બી.આઈ.ની મંજૂરી લઈ યુવા નિધિ કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત, ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રીવાસ્તવનાએ ફાયનાન્સની કંપની ખોલી હતી. આ ભેજાબાજોએ નઈ […]

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારુ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમી મુજબ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કાર્બામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું 180 લિટર જેટલું ડિઝલ લઇને જતા […]

વાગરા તાલુકાના મુલેર ગામમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે બે બોગસ તબીબોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તબીબો પાસેથીમેડીકલ સાધનો મળી કુલ રૂપિયા 27 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં વાગરા તાલુકામાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ રોડ ઉપર […]

ભરૂચ જિલ્લામાં ઘણા સમય બાદ વીજ કંપનીએ ગેરકાયદેસર વીજળી મેળવતા લોકો ઉપર તવાય બોલાવેલ નહિ.ત્યારે વાલિયા તાલુકાના અમુક ગામોમાં વીજચોરી થતી હોવાથી લાઈનલોસ થતા આ બાબતે બાતમી મળતા બાતમીના આધારે ડિજીવીસીએલ વડી કચેરી અને અંકલેશ્વર વિભાગીય કચેરી દ્વારા જબુગામ, મેરા, ભરાડિયા, મોખડી સહિત અન્ય ગામોમાં વીજ દરોડા પાડ્યા હતા.જેમાં મેરા […]

ત્રાલસી ગામે ડમ્પરની ટક્કરે સુપરવાઇઝરનું મોત ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસી ગામનીસીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું […]

આઇઓસીએલ રિફાઇનરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સિક્યુરિટી ગાર્ડે તેમને જાણ કરી હતી કે, પાદરિયા ગામ પાસે કેટલાંક લોકોએ જેસીબીથી ખોદકામ કરતાં કેબલ તોડી મિલ્કતની 4.50 લાખનું નુકશાન કર્યું છે. જેમાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, પાદરિયા ગામે આઇઓસીની જે પાઇપ લાઇન […]

error: Content is protected !!