આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કિસાન કોંગ્રેસ સમિતિ ના જીલ્લા તેમજ તાલુકાના નવ નિયુક્ત હોદેદારો ને નિયુક્તિ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો.

Share this:

પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિ ના વાઈસ ચેરમેન એડવોકેટ ગિરધરભાઈ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લાના નવ તાલુકાના કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન જીલ્લામાં નવ વાઈસ ચેરમેન , નવ કોડિનેટર ની નિમણુક આપી દરેક ને નિમણુક પત્ર આપવામાં આવ્યા.
સદર કાર્યક્રમમાં માવસંગભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યો જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં અનેક ખેડુતો ના પ્રશ્નો છે કમળ ના ચિન્હ ઉપર ખેડુતો ના મતો મેળવી આજે સત્તા ઉપર બેસેલા ખેડુતોને પાયમાલ કરી રહ્યા છે ત્યારે નવ નિયુક્ત હોદેદારો એ એક લાંબી જંગ સરકારની ખેડુત વિરોધી નિતીઓ સામે લડી ખેડુતોનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે.
પ્રાસંગિક પ્રવચન માં પોતાનું વ્યક્તવ્ય આપતા રાજેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન ની નિમણુક હંમેશા થતી હતી પણતુ આ પહેલી વાર એવું બન્યું છે કે જીલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન યાકુબ ગુરજી એ નવા ચેહરાઓ સાથે સક્ષમ કિસાન કોંગ્રેસ સમિતિ ની રચના કરી છે જેનાથી જીલ્લા માં રાજકિય રીતે સંગઠન ને એક નવું બળ મળશે. છેલ્લા ૭ વર્ષોથી યાકુબભાઈ અને માવસંગ ભાઈ એ ખેડુતોના પ્રશ્નોની રજૂઆત કુનેહ પૂર્વક કરી પરિણામ લક્ષી કામગીરી કરી હોય જેનાથી ખેડુતોનો વિશ્વાસ સંપાદિત કરવામા તેઓ સફળ રહ્યા છે ત્યારે પક્ષ દ્રારા તેમને આપવામાં આવેલી જવાબદારી માં આજે જે જીલ્લામાં ખેડુતોના માટે કામ કરનાર સંપૂર્ણ ટીમની રચના કરી તેઓ સફળતા દેખાડી છે.
જીલ્લા પ્રમુખ પરિમલસિહ રાણાએ નવ નિયુક્ત હોદ્દેદારો ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જીલ્લામાં ભાજપ ના નેતાઓ સરકારની જેમ ખેડુતો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન છે જેના થી આજે જીલ્લા માં ખેડુતોના અસંખ્ય પ્રશ્ન ઉપસ્થિત થયા છે ખેડુતોની સ્થિતિ “જાયે તો કહાં જાયે” જેવી છે જેનું ઉદાહરણ તાજેતરનું વાગરા તાલુકાના ત્રણ ગામોની જમીનો નું જીઆઈડીસી દ્રારા કરવામાં આવેલું સંપાદન છે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયાની બાબતો સામે આવી છે, સ્થાનિક ખેડુતોને સંપાદન માંથી બાકાત રાખવામાં આવ્યા છે, આદીવાસી ની જમીનો ના દસ્તાવેજ ગેરકાયદેસર રિતે કરવામાં આવ્યા છે , અવિભાજ્ય પ્રકારની જમીનો ના દસ્તાવેજ કરવાની પરવાનગી આપવામાં આવી છે જે સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધ હોય તેમ છતાં ભાજપના નેતા જાહેરમા બોલે છે બધું કાયદા મુજબ થયું છે ત્યારે ખુબ જ સમજદારી પૂર્વક કિસાન કોંગ્રેસ ના ચેરમેન યાકુબ ભાઈએ આ મુદ્દાને ઉઠાવી ખેડુતોને ન્યાય અપાવવાનું કાર્ય કર્યું છે જે અભિનંદન ને પાત્ર છે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એમની સાથે જ છું અને આવનાર દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ ની સુચના મુજબ સતત પ્રતિક ઉપવાસ ના કાર્યક્રમ જીલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવશે જેમાં આજે નિયુક્ત થયેલ હોદેદારો ની ભુમિકા ખૂબ મહત્વની સાબિત થવાની છે.
કાર્યક્રમ ના અધ્યક્ષ એડવોકેટ ગિરધરભાઈ વાઘેલા એ પોતાના લાક્ષણિક સંબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લો ઉધ્યોગિક હબ બની રહ્યો છે જેમાં સૌથી મોટો ફાળો ખેડુતોનો છે પણ ભાજપ સરકાર જગતતાત એવા ખેડુત માટે સંવેદનશીલ નથી ત્યારે નવ નિયુક્ત હોદ્દેદારોએ આજ થી કમર કશી લેવાની છે અને ખેડુતોની પડખે રહી એક પરિણામ લક્ષી લડત લડવાની છે જે મને વિશ્વાસ છે જે નવી ટીમના માધ્યમથી આપણે પાડ પાડી ખેડુતો ના સહયોગી બની સરકારની ખેડુત વિરોધી નિતી ને ઉજાગર કરવાનું કામ કરીશું.
કાર્યક્રમ માં મગન માસ્તર નવસિહ જાડેજા. અને મકબુલ અભલી હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed