ખેડુતોના પ્રશ્નો પ્રત્યે આંખ- કાન- મોઢું બંધ રાખનારા સામે ખેડુતોનો રોષ પેટા ચૂંટણીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.

Share this:

પેટા ચૂંટણીઓ રાજકિય પક્ષો વચ્ચે નહીં પણ ખેડુતો અને ખેડુત વિરોધીઓ વચ્ચે નો જંગ બની ચુકી છે.*ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠા ની કુદરતીઆફતનો સામનો કરવામાં ખેડુતો નિઃસહાય અને નિસ્તેજ બની ચુક્યો હતા ત્યારે સ્વભાવિક રૂપે સરકાર તેમજ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફ તેમની આશા હોય, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુશ્કેલીઓના સમયમાં ખેડુત ની પડખે રહે તે ખેડુતની આશા ઠગારી નીવડી.સત્તાપક્ષે બેશેલાઓ પદ- હોદ્દાની લાલચ સામે તેમજ સરકાર ની ચાપલુસી કરવામાં ખેડુતોની વિડમનાઓના સમયે આખ- કાન- મોઢું બંધ રાખી બેસી રહ્યા છે તેનો રોષ હવે પેટા ચૂંટણીઓ માં ઠેક ઠેકાણે દેખાય રહ્યો છે.તેમ ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન અને ખેડુત હિતરક્ષક દળ ના કોડીનેટર યાકુબ ગુરજી એક અખબારી નિવેદન દ્વારા જણાવે છે. ખેડુતોની સરકાર વિરોધી મનોવૃત્તિ ને સ્પષ્ટ રૂપે દર્શાવતા તેઓએ જણાવ્યું, કોરોના મહામારી વચ્ચે સરકારે મોટા મોટા પેકેજોની જાહેરાતો કરી પણ તેમાં ખેડુતો માટે કશું જ ફાળવાયું નહીં, સરકાર દ્વારા ખેડુતો માટે ની અમલી યોજનાઓ ને જ પેકેજમાં સમાવી ખેડુતો ને છેતર્યા છે તે ખેડુતો સમજી ગયા હોય તેવા સમયે ખેડુતોના મતો થી ચુંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ સરકારે ખેડુતોને બહુ મોટી સહાય આપી દીધી છે એવી જાહેરાતો કરી સરકારની વાહવાહ કરવા લાગ્યા તેનાથી ખેડુતોને લાગી આવ્યું કે આપણા વિરોધીઓ ગાજર લટકાવી આપણને છેતરવા નિકળ્યા છે.અતિવૃષ્ટિ માં ખેડુતોના ખેતરો ધોવાઈ ગયા, કેટલીક જગ્યાએ ખેતરો તળાવોમાં તબદીલ થઇ ગયા ત્યારે ત્વરિત નુકશાની નું વળતર ચૂકવી ખેડુતોને બેઠા કરવાને બદલે રોજ રોજ અલગ અલગ જાહેરાતો કરી વળતરની પ્રક્રિયાને ખુબ મોડી અને જટીલ બનાવવાની ભવાઈ સરકાર દ્વારા કરવામાં આવી. દવા,ખાતર,બિયારણ,વિજળી અને ડિઝલ સરકારે અતિશય મોઘા કર્યા, વિજળી દિવશે આપવાના બદલે રાત્રે આપી, પાક વિમા કંપનીઓ સામે ખેડુતોએ ન્યાયાલયમાં જવું પડ્યું અને તેમાં સરકારે વિમા કંપનીઓને બચાવવા માટેનો ખુલ્લેઆમ પ્રયાસ કર્યો તેના થી ખેડુતો આહટ બની ખેડુત વિરોધી સરકારની તેમજ સુટ બુટની સરકારની બુમાબુમ જે કોંગ્રેસ કરી રહી હતી તેને સમર્થન આપી હવે ખેડુતો પણ બોલવા માંડ્યા કે “ખેડુત વિરોધીઓ ની સરકાર છે” જે ખેડુતોના રોષનું એક પ્રતિબિંબ છે.છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતના ખૈડુતોના વિવિધ સંગઠનો દ્વારા સરકારને અલગ અલગ પ્રકારે ખેડુતોની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા રજુઆતો કરવામાં આવી રહી હતી જેમકે એક સક્ષમ કૃષિ નિતી બનાવવામાં આવે, ખેડુતો માટે ની સહાય યોજનાઓ સરળ બનાવી તેનો લાભ સહેલાઈથી ખેડુતો સુધી પોહચે તેવી વ્યવસ્થા કરવામાં આવે, ખેડુતોને એના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે, એમ.એસ.પી ની પધ્ધતિ સુધારી તેમા ભાવોને વધારવામાં આવે, વિજળી દરેક ઠેકાણે દિવશે થ્રીફેસમા મળે, દવા ખાતર બિયારણ ના ભાવોમાં નિયંત્રણ કરવામાં આવે,ખેડુતોનું દેવું જે સરકારની ખોટી નિતીઓના કારણે વધી ગયું છે તે માફ કરવામાં આવે, પાક વિમાની યોજના સરળ અને ખેડુત હિતની બનાવવામાં આવે,ખેડુતોના ઉત્પાદન તૈયાર થાય ત્યારે ખેડુત સહેલાઈથી ટેકાના ભાવે તેના ઉત્પાદનો વેચી શકે જેથી વચેટિયાઓ ના હાથે લૂંટાઈ નહીં માટે ટેકાના ભાવની ખરિદી સમયસર કરવામાં આવે ખેડુતની કૃષિ લોનો ઉપર બેંકો દ્વારા વ્યાજનું પણ વ્યાજ ગણવામાં આવે છે તે બંધ કરવામાં આવે વિગેરે મૂદ્દાઓની રજુઆતો સરકારને કરવામાં આવી પણ ખેડુતો પ્રત્યે સંપુર્ણપણે સંવેદના વિહીન બનેલી સરકારે કોઈ પણ ખેડુત સંગઠન ની રજુઆત ધ્યાને લિધી નહીં ઉપરથી ખેડુતોને નામશેષ કરી શકાય તેવા ત્રણ કાયદા મોદી સરકારે ઉતાવળે અધ્યાદેશના માધ્યમથી બનાવી જે કસર રહી ગઈ હતી તે પણ પૂરી કરી ખેડુતોને મોદી સાહેબના વાહલા ઉદ્યોગપતિઓ ના હવાલે કરી દિધા.અને આ બાબતે ચુંટાયેલા પ્રતિનિધિઓ જે ખેડુતોના મતોથી નેતા તરીકે ઓળખાતા થયા તે પણ આંખ કાન મોઢું બંધ કરી બેસી રહતા ખેડુતો નો રોષ સમગ્ર રાજ્યમાં ભભૂકી રહ્યો છે જે પેટાચૂંટણી માં જ્વાલા બની ફાટી નિકળ્યો છે જેથી હાલની પેટા ચૂંટણી બે રાજકીય પક્ષો વચ્ચે નહીં પણ ખેડુતો અને ખેડુત વિરોધીઓ વચ્ચે ની જંગ બની ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed