એ.સી.બી.ની સફળ ટ્રેપ..

Share this:

ફરીયાદી: એક જાગૃત નાગરિક આરોપી: (૧) હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી – પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- ૩, રહે. મકાન નં. ૬, હરિકુંજ – ૨, નાના વરાછા, સુરત(૨) કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી, જી.સુરત. ગુનો બન્યા : તા.૧૩/૧૧/૨૦૨૦*લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧,૦૦૦/-લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૧,૦૦૦/-લાંચની રીકવર કરેલ રકમ: રૂપિયા ૧,૦૦૦/-ગુનાનુ સ્થળ : સીટી તલાટી ની ઓફિસ, અડાજણ ગામ, દાળીયા સ્કુલની બાજુમાં, સુરત શહેર ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવાનું હોય, જે માટે ફરીયાદી અડાજણ ગામ સીટી તલાટીની ઓફીસે જતા આ કામ આરોપી નં. (૨) નાઓએ ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવી આપવા પ્રથમ રૂપિયા ૧,૫૦૦/- નક્કી કરેલ અને રકઝકના અંતે રૂપિયા ૧,૦૦૦/- લાંચની રકમ આપવાના નક્કી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં. (૧) નાઓએ સમંતિ આપી, આરોપી નં. (૨) નાઓએ આ લાંચની રકમ સ્વીકારી આરોપી નં. (૧) અને (૨) નાઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો વિગેરે બાબત. નોંધ : ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.એન. દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed