પ્રસૂતા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલ ના ગેટ પાસે જ 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી..

Share this:

પ્રસૂતિ મહિલાને baby boy બાળકનો જન્મ થયેલ

ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે.

તા.17/11/2020 ના 10:24 કલાકે કોલ મળતાની સાથે પાલેજ ૧૦૮ એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે પહોંચતાં CHC પાલેજ ના ડોક્ટર સાહેબ જણાવેલ કે અરૂણાબેન વિજયભાઈ વસાવા રહેવાસી કીશનાડ ને વધુ તકલીફ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવા પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે ‍૧૦૮ EMT હિતેશભાઈ અને પાઇલોટ મુનાફભાઈ દ્વારા ૧૦૮ મા લઇ ને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં તે દરમિયાન જ સિવિલ હોસ્પીટલ ના ગેટ પર પહોંચતા ઈ. એમ.ટી. હિતેશભાઈ ને ડીલીવરી નાં લક્ષણો જણાયા હતા. ત્યારે ઇએમટી હિતેશભાઈ અને પાયલોટ મુંદભાઈ બન્ને ભેગા મળીને સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સ મા જ કરાવવામાં આવી.
પ્રસુતી વખતે બાળક ના ગળા મા નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસ મા બેઠેલા ડોક્ટરની સલાહ લઇને હેમખેમ બાળકના ગળા માથી નાળને કાઢી બાળકનો જીવ મચી જવા પામેલ. બાળક ના જન્મ સમયે બાળક કોઈ પણ પ્રકાર ની હરકત ના કરતા હિતેષભાઇ પાછા ડોક્ટર ની સલાહ મુજબ સારવાર આપી નવું જીવન પ્રદાન કર્યું હતું. અરૂણાબેનને દીકરાનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો. અરૂણાબેન અને બાળક ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે.

૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ. એમ. ટી. હિતેશભાઈ તેમજ પાઇલોટ મુનાફભાઈ ને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed