પાલેજ પોલીસ સ્ટેશનનાં ટંકારીયા બીટ જમાદાર ડિ-સ્ટાફ સહિત અનેક પોલીસકર્મીઓને માહિતી છે કે ટંકારીયામાં જુગાર ક્યાં ક્યાં રમાઈ છે. અને જો ન હોય તો નીચે દર્શાવેલ છે.!!

Share this:

ખાખી અને ખાદી ઉપર સવાલ કરતો પાલેજના ટંકારીયાનો બે રોકટોક ચાલતો મોટા પાયાનો જુગાર !

શરાફ-સુંદરી અને કબાબના શોખિન એવા ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓની મહેરબાનીથી ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટંકારીયા ગામમાં જન્નો-મન્નો, તેરિયુ,રમીના બોર્ડ, સત્તા બેટીંગ, બુકી જેવા અનેક પ્રતિબંધીત જુગાર પૈસાથી હારજીતનો બે રોકટોક રમાઈ છે. સાથે સાથે અનેક ગેરકાનુની પ્રવૃતિઓ ઉપર ગુજરાતની એક પણ પોલીસનો ખોપ નથી દેખાતો અને અહિંયાનાં માથાભારે ત્તત્વો જાણે પાકિસ્તાનમાં રહેતા હોય અને ગુજરાતનો કોઈ કાયદો તેમને લાગતો ન હોય તેમ બેખોફ બની શેખી મારે છે કે કોઈનામાં અમારો કોઈ વાળ વાંકો કરવાની હિંમત નથી. પોલીસ આવશે બહું ને બહું તો અમને પકડી કેશ કરશે અને એવા કેશથી કોણ ડરે છે? અમારો તો જુગારનો ધંધો છે. પાંચ પચાસ લાખ હારી ગયાં હતાં એવું સમજીશું.

અગાઉ પોલીસે આવી હવામાં ફાયરિંગ કરી સરકારી કામમાં દખલગીરી રૂકાવટ અને ખૂની હુમલો જેવી કલમો લગાવી હતી તો પણ અમારુ શું તૂટી ગયું. જેટલા દિવસ જેલમાં રહ્યાં એટલાં દિવસ બિરીયાની (ટીફિન) ખાધા અને જેલનાં અધિકારીઓને ખવડાવ્યા હતાં. હાલમાં પણ કેશ ચાલે છે તો ખાલી કોર્ટનાં ધક્કા ખાવા પડે છે. પણ તેનાથી અમારી પણ બીક મટી ગઈ કે જુગારનાં કેશમાં કોઈ મોટો વાંધો આવતો નથી અને બહુ ડરવાની પણ જરૂર પણ નથી અને રહી વાત ધંધાઓ ચાલું રાખવાની તો આજનાં અમુકને બાદ કરતા મોટાભાગના નેતાઓ અને અધિકારીઓ શરાબ-સુંદરીનાં શોખીન હોય છે. તેઓને આવી અનેક જરૂરીયાતો અમે બધાં અડ્ડાઓવાળાં મળી સમજીને ગૃપ્ત રીતે તેમના વચેટીયાઓ મારફત સર્વિસ પુરી પાડિએ છીએ પછી તેઓએ પણ રહેમ નજર પણ રાખવી જ પડેને!

તાજેતરમાં દિવાળીની ખુશ બક્ષિશમાં અમારા ધંધાવાળાઓએ બે કરોડ વધુ રકમ પાલેજ પોલીસ સ્ટેશનથી ભરૂચની વિવિધ શાખાઓમાં અને ઠેઠ આઈ.જી.ડી.જી. સુધીના ઑફિસોમાં મંત્રીઓના અને સચિવોની ઑફિસ સુધી લ્હાણી કરી છે. પછી કોઈપણ ફરિયાદો કે મિડિયામાં ગમે તેટલું છાપે કે ઈ-મેઈલ કે ફેક્સ કે આર.પી.ડી. થી ફરિયાદો કરે પણ બંધ કરવાનું કામ તો પોલીસ જ કરે ને અને પોલીસને પૈસો પ્યારો છે. તેમને પૈસાનો વ્યવહાર પહોંચાડી દઈએ પછી નીલ પંચનામું કરવું જ પડે ને. નીચલી કક્ષાનો પોલીસ અધિકારી ના માને તો તેના ઉપલા અધિકારીને કહેવું પડે અને પછી નેતાઓ તો છે જ ને ! અને પૈસા કોને નથી વ્હાલા આવા શોખી અને વાણી વિલાસ કરી અનેક તર્ક-વિતર્ક અહિંયાના માથાભારે ત્તત્વો જાહેરમાં કરતા ફરે છે.

ત્યારે ગુજરાતની રૂપાણી સરકારમાં ગૃહમંત્રી તરીકે પદભાર સંભાળતા અને ભરૂચનાં પ્રભારીમંત્રી એવા પ્રદિપસિંહ જાડેજા પોતાના તાબાનાં અધિકારીઓને કડક સુચના આપી આવા ત્તત્વો ઉપર સફર રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરાવી સરકારની શાખને લિલામ કરતા ત્તત્વોને પાઠ ભણાવે એવી ગામના જ અનેક ડાહ્યા અને સમજુ લોકોની લાગણી અને માંગણી છે.

*ટંકારીયા ગામનો પહેલો જુગાર*

ટંકારીયા ગામમાં મોટામાં મોટા પાયે ચાલતો લાખો રૂપિયાના જુગારધામનો રીંગ લીડર

બિલાલ લાલન તેનો ભાઈ ઈનાયત લાલન, તેના ભત્રીજાઓ મૌસીન લાલન, જાવીંદ લાલન, ઈકરામ લાલન આણી મંડળી તેમના રહેણાંક જગ્યા (મદિના મસ્જિદ પાસે એસ.ટી કૉલોની પાછળ અડોલ ગામ જવાના રોડ ઉપર આવેલ નહેર પાસે સિરાજ ભુતાનું મરઘા કેન્દ્ર આવેલ છે. ત્યાં આગળ બિલાલ લાલનનો આછોટવાળા જમાઈના બંગલા પાસે ભીમા ફેઝલના ઘર પાસે મોટા પ્લાસ્ટીકનો હોલ (બંકર બનાવી) રાત્રે લાઈટનું કિરણ પણ બહાર ન જાય તેવી કાળજી રાખી ચોવીસ કલાક મન્ના જુગાર અહિંયા રમાઈ છે. અને ગુજરાત આખામાં મોટા જુગાર બંધ હોય અહિંયા સુરત નવસારીથી ઠેઠ કાઠિયાવાડ સુધીના ખેલીઓ અહીંયા લકઝરીયસ ‌ગાડીઓ લઈને રમવા આવે છે.જેની ફરિયાદ વધી સ્ટેટ મોનીટરીંગ સેલના કંટ્રોલ નંબર ૦૭૯-૨૩૨૫૪૨૮૮ ઉપર ગત તા.૦૯-૧૧-૨૦૨૦ ના સાંજે ૧૭.૨૨ કલાકે ફરજ પરના ને કરી હતી. જેની જાણ જ્યોતિ બેન પટેલ ડી.વાય.એસ.પી સ્ટેટ મોનીટરીંગ સેલને તેમના મોબાઇલ નંબર ૯૯૭૮૪૦૯૧૫૩ થી કરી હતી. તેમણે જોઈ લઈશું એવું આશ્વાસન આપેલ પણ આ વર્ધિના તપાસ પાલેજ પો.સ્ટેશન બીટ જમાદાર પ્રવિણ ગુપ્તા જ કરી નીલ પંચનામુ કરી બૂટલેગરો ને વફાદાર રહેલ છે.

તો તેમા હવે કોની સમક્ષ ફરિયાદ કરવી એ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે? રૂપાણી કે જાડેજા જાતે તો આમા તપાસ કરવાના નથી. લોકો ની ફરિયાદના નિકાલના બદલામાં આવી નિતી માટે કોણ જવાબદાર?

*સિરાજ ઈસ્માઈલ ઉમટા‌ અને મેહબૂબ ઈસ્માઈલ ઉમટા‌નો જુગારનો અડ્ડો *

ટંકારિયા ગામના પાદરમાં આવેલ સર્કલ પાસે પશ્ર્ચિમ દિશા માં આવેલ મૌયુદીન ‌બાવા ની દરગાહ નજીક આવેલી ગલીમાં હરિજનવાસ ની બિલકુલ પાછળ ઉમટા‌ ઉર્ફે સિરાજ કાલિયાનું ફિરોજ (પોપટી) કલોરનું ચોથું બે માળ ના મકાનમાં ખેલિઓને નીચે તેમજ મારિયા ઉપર કોઈ લિમિટ વગરનું પત્તા પાનાંનુ તેરિયાનો તથા રમિનો જુગાર રમાડવા બેસાડી મકાનને બહાર થી તારું મારી દે છે. આની જાણ પાલેજ બીટ જમાદાર પ્રવિણ ગુપ્તા તેમજ ડી સ્ટાફ જમાદાર મહેશ દોલતસિંહ ને છે પણ તેઓ પૈસાની ઉઘરાણી કરી લે‌ છે કાયદેસર કાર્યવાહી કરતા નથી.

*રફીક સુલેમાન સાપા અને તેનો પાર્ટનર લતીફ ઈસ્માઈલ રખડા નો જુગાર નો અડ્ડો*

આ બંને ટંકારિયા ગામમાં આવેલ સાપા સ્ટ્રીટ (સાપાવાડ) માં શદનશાહ બાવાની દરગાહની બાજુમાં મોટી આલિશાન જુગાર કલબ છે. ત્યાં ૧૩ પાના ૫, ૧૦ અને ૨૦ ના બોર્ડ રમાડે છે. અને ક્યારેક ઉપલા અધિકારીઓ દબાણ કરે ત્યારે પોલીસ અગાઉ થી ચેતવી દે છે. તો તેઓ તેમના જુગારના ખેલીઓ સાથે ટંકારિયા થી સીતપોણ ગામ જવાના રસ્તા ઉપર ખેતરો માં તથા ટંકારિયા થી પારખેત ગામ જવાના રસ્તાની પશ્ર્ચિમ દિશા માં બાજુ કબીરના બાગ બાજુ ગંગલ નદીમ ફાર્મ હાઉસ પાછળ મરઘા કેન્દ્ર (પ્રોલતી ફાર્મ) આવતા પેહલું સર્વિસ સ્ટેશન (ગાડી ધોવાની) રસ્તો પડે છે. ત્યાં લતીફ રખડો રેકી કરે છે. કાળિયો તથા જીવાનો છોકરો પાથરણા‌ લેવા મૂકવા આવે છે. આ જુગાર ની વર્ધી સ્ટેટ મોનીટરીંગ સેલમાં તા.૧૦-૧૧-૨૦૨૦ ના સાંજે ૧૬.૧૮ મિનિટે ફરજ પરના અધિકારી વિજયભાઈ ને વર્ધી લખાવી હતી. તેમાં પણ પાલેજ પોલીસે નીલ પંચનામુ કરી કામગીરી આટોપી લીધી. આ બાબતની વર્ધી ની જાણ જ્યોતિબેન પટેલ ડી.વાય. એસ.પી સ્ટેટ મોનીટરીંગ સેલને તેમના મોબાઇલ ફોન ઉપર જણાવી‌ હતી. છતાં નક્કર કાર્યવાહી ના અભાવે આજે પણ રફીક સાપાનો અને લતીફ રખડા નો જુગાર ચાલે છે. ત્યારે મેડમ ત્યાં બુરખો પેહરી રેકી કરવા કે સફળ રેડ કરવા જાય એવી માંગ લોકોની ઉભી થઈ છે. અગાઉ ફુરજા રોડ ઉપર એક અડ્ડા ઉપર બુરખો પહેરીને ટેલિફોન થી આરોપીને દબોચી લીધો હતો. એવી હિંમત અને કાર્યવાહી ટંકારિયા માં અપેક્ષા રખાય છે.

*ઇરફાન લાલન – બિલાલ ખાટી નો જુગાર અડ્ડો*

ટંકારિયા ગામ ના પાદર માં આવેલ બી. એસ. એન. એલ. ઓફીસ પાસે તથા કપડાં ધોવાના બંધ હાલત ના ઓવારા માં મન્ના નો જુગાર ચલાવે છે. અને પોલીસ ચેતવણી આપી આગોતરી જાણ કરી છે તો આ જુગારનો અડ્ડો તાત્કાલિક જગ્યા બદલીને ટંકારિયા થી પાલેજ રોડ ઉપર આવેલી મસ્જિદ એ અલીની પાછળ લીમડાની ઝાડી છે તેમાં જુગાર રમાડે અને આ ઇરફાન તેના જુગાર ની સલામતી માટે જુદા જુદા માણસો રાખે છે. જેમાં મેહુલ રમેશ વસાવા , મોઈન મલેક વગેરેના ઓ રેકી કરે છે અને પાથરણા‌ લઈ જાય લાવવાનું તથા ખેલીઓ ને ચા પાણી સિગારેટ લાવવા નું કામ કરે છે. અને પોલીસને મજબૂર થઈ કેસ કરવો પડે તો આ ઇરફાન નોકરો ઉપર કેસ કરાવે છે. જેમાં અગાઉ મોઈન મલેક ઉપર દમી કેસ બનાવ્યો હતો.

*હારૂન સુતરિયા નો જુગાર નો અડ્ડો ( કડુજી સ્ટ્રીટ માં)*

તેનો નોકર મલેક ના નામ ઉપર જુદા જુદા ૨૧ પાના ની અને ૨૦ પાનાની રમીના બોર્ડ દરરોજ પોતાના ઘર માં સાંજના ચાર થી બીજા દિવસ ના ચાર વાગ્યા સુધી રમાડે છે. અને સ્થાનિક પોલીસ ને પૂરતી માહિતી હોવા છતાં ક્યારે પણ તેના ઘરે રેડ કરવાની હિંમત કરેલ નથી.અને ત્યાં બિન્દાસ થી પોલીસ ના બેખોફ થી જુગાર રમાઈ છે. અહીંયા માત્ર બીટ જમાદાર પ્રવિણ ગુપ્તા અને ડી સ્ટાફ જમાદાર મહેશ દોલત ફક્ત વ્યવહાર ઉઘરાણી કરવા જ આવે છે .

*મુબારક દસુ – મેહબૂબ ઢીલીયા નો જુગાર નો અડ્ડો*

ટંકારિયા ના નાના પાદર પાસે મન મન યુસુફ ના ઘર થી ત્રીજા નંબર નું બે માળ નું મકાન જે મુબારક દસુ નું પોતાનું છે તેના ઉપલા માળે મન્ના નો જુગાર ચોવીસ કલાક ચાલે છે.

*મુસ્તાક મુસા બીટવાલા‌ ઉર્ફે મુસ્તાક સટક ઉર્ફે મુસ્તાક સકલે ઉર્ફે મુસ્તાક ઘોડીવાલા‌ તથા તેનો વહીવટદાર ઇકબાલ ભરૂચી નો સટ્ટા બેટિંગ નો ધંધો*

જે તાજેતરમાં આગામી તા.૧૭-૧૧-૨૦૨૦ સુધી વેકેશન હોય બંધ છે. કેબીનોની પાછળ જાદના છાયડામાં જુદી જુદી જગ્યાઓ ઉપર ડાયરી, કાર્બન બોલપેન સાથે સવારથી મોડી સાંજ સુધી આક ફરક ના વરલી મટકાનો સટ્ટા બેટિંગ નો ધંધો ખુલ્લેઆમ જાણે મેળો ભરાતો હોય તેમ ચાલે છે. બીટ જમાદાર પ્રવિણ ગુપ્તા તથા ડી સ્ટાફ જમાદાર બિન્દાસ પણે આવે છે તેઓની સાથે મળે છે. સાથે ચા પાણી પીવે છે. અને વ્યવહાર ની રકમ લે છે. જો સરકાર આ જગ્યા ઉપર સી.સી.ટી.વી કેમેરા મૂકી તેનું મોનીટરીંગ કરે તો આ સાથે અનેક ગુનાઓના પર્દાફાશ થાય તો નવાઈ ની વાત નથી.

ગુજરાત સ્ટ્રેટ મોનીટરીંગ સેલ ધારે તો નીચેના મુદ્દાઓની રેકી કરી ગુનાના મૂળ સુધી પહોંચી શકે છે.

ઈરફાન ઈબ્રાહિમ લાલન મન્નાનો જુગાર ટંકારીયામાં આવેલ મસ્જિદે અલીની પાછળ લીમડાની જાડીઓમાં ચલાવે છે. તેની પાસે રહેતી GJ.1.RP. 0412 નંબરની લકઝરીસ બ્લ્યુ કલરની બલેરો ગાડી એક જણ જુગાર હારી જતા કબજે કરી રાખી છે. GJ.16.CM.632 મોટાભાગે તેના નોકરો ફેરવે છે. બીજી એક્ટીવા ગાડી યામાહાની છે. તે ખેલીઓ માટે પાણી લાવવા માટે ઉપયોગ કરે છે. બીજી એક રીક્ષા નંબર GJ 16 ST. 1229 મા મોટા પાદરમાંથી ખેલીઓને બેસાડી અડોલ-ઘોડી રોડ ઉપર આવેલ નાની નહેર પાસે બિલાલના જુગારનાં અડ્ડા સુધી લઈ જવાની ફેરી મારે છે અને બીજી ફેરી પારખેત રોડ ઉપર તથા સીતપોણ રોડ ઉપર સર્વિસ આપે છે. ગુજરાતની સ્ટેટ મોનીટરીંગ સેલની પોલીસ સુરતના આસિફ લંગડાની સફળ રેડ કરી હતી. ભરૂચમાં પણ શબ્બુ મલેકને બુરખામાં આવી ઝડપી લીધો હતો તો ટંકારીયામાં તેમને જુગારની બદી ડામવા કોણ રોકે છે કે કોની પરવાનગી લેવી પડે તેમ છે. તેમના બાતમીદારો ટંકારીયાની બાતમી નહિં આપતા હોય? જો ન આપતા હોય તો ટંકારીયામાં ગમે તે વેશમાં આવે અને પાદરમાં રહેલ સંજય વાળંદની દુકાન ઉપર બેસે તો પણ બધી જ માહિતી મળી જાય એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed