એ.સી.બી. સફળ ટ્રેપ

Share this:

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી :- એક જાગૃત નાગરિક

આરોપી :- જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-૩, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, વડોદરા.

લાંચની માંગણીની રકમ :- રૂા.૨૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨૦,૦૦૦/-

લાંચની રીકવર રકમ :- રૂા.૨૦,૦૦૦/-

ટ્રેપની તારીખ :- તા.૨૯.૦૩.ર૦૨૧

સ્થળ:- મોજે-સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા

ટૂંક વિગત :-આ કામના ફરીયાદી શ્રી અગાઉ દારૂનો ધંધો કરતા હોય અને જે દારૂનો ધંધો ચાલુ રાખવા માટે આ કામના આક્ષેપિતે ફરીયાદી પાસે રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલી. જે લાંચની રકમ રૂા.૨૦,૦૦૦/- ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-૩, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, વડોદરા નાઓએ ફરીયાદી પાસેથી રૂા.૨૦,૦૦૦/- માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણૂંક કરી ગુન્હો કર્યા બાબત.

ટ્રેપ કરનાર અધિકારી :-શ્રી ડી.જી. રબારી, પો.ઇ., છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.

સુપર વિઝન અધિકારી :-શ્રી કે.વી. લાકોડ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *