ધૂળેટી મનાવવા માટે યુવાન મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા પડ્યો, એકાએક નદીના વહેણમાં યુવક તણાઇ ગયો..

Share this:

ધૂળેટી મનાવવા માટે યુવાન મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા પડ્યો, એકાએક નદીના વહેણમાં યુવક તણાઇ ગયો

ભરૂચ જિલ્લા માટે ધૂળેટી પર્વનો સમગ્ર દિવસ શાંતિમય અને હર્ષોલ્લાસ સાથે રહ્યા બાદ સાંજનો સમય ગોઝારો સાબિત થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે નર્મદા નદી કિનારે ડૂબી જવાથી એક યુવાનનું મોત નિપજતાં ગમગીનીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.ધૂળેટી પર્વને મનાવવા માટે યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા ગયો હતો. જે વેળા એકાએક નદીના પાણીમાં તે તણાવા લાગ્યો હતો. અને જોતજોતામાં તે ડૂબી ગયો હતો. ઝઘડીયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજયું હતું. ડુબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામ નો 22 વર્ષીય દર્પણ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બની તે પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો. જે બાદ યુવાન ડૂબી જવાના સમાચાર મળતા જ એકાએક લોકો ઉડન છુ થઇ ગયા હતા.કોરોના કાળમાં ધૂળેટી પર મનાઈ હોવા છતાં લોકો બેફામ બન્યા હતા. અને જે બાદ આ ઘટના બનતા લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. અને યુવાનના મૃતદેહને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો હતો. ઘટનાની વધુ તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *