ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં…

Share this:

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં કોરોનાનાં બીજા તબક્કામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ દર્દીઓનાં એક્ટિવ કેસો ૨૦૦ નાં આંકડા નજીક પહોંચી રહ્યા છે, જિલ્લામાં રોજના ૧૦ થી વધુ કેસોએ જ્યાં એક તરફ તંત્રને દોડતું મૂક્યું છે તો બીજી તરફ એક બાદ એક કેસોના કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલને પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે, મહત્વની બાબત છે કે ગત 6 માર્ચના રોજ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વેકશીનનો પ્રથમ ડોઝ લીધો હતો.તેમ છતાં તેઓનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાનાં ૪ જેટલા કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા તેઓ પણ અત્યારે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે, મહત્વનું છે કે કોરોનાનાં કહેર વચ્ચે ન.પા અનેક કર્મીઓ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે તેવામાં રોજબરોજ નગરપાલિકામાં અવરજવર કરતા લોકોએ સાવધાની રાખવાની તાતી જરૂર જણાય છે.ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતી વાત કરી એ તો કોવિડ પ્રોટોકોલ થકી અંતિમ ક્રિયાઓમાં પણ વધારો થયો છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ થી વધુ અંતિમ ક્રિયાઓ નોંધાઇ રહી છે, સાથે જ ખાનગી અને સરકારી લેબમાં કોરોનાનાં કેસોનો વિસ્ફોટક અંદાજ ભરૂચ જિલ્લાના લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.એક તરફ વેકશીનેશન અને બીજી તરફ ભરૂચ જિલ્લામાં વકરી રહેલા કોરોનાનાં કેસો સામે લોકો એ પણ હવે સ્વયં સલામતી રાખવી ખૂબ જરૂર બની છે, સામાજીક અંતર અને માસ્ક જેવા નિયમોનું ચુસ્ત પાલન સાથે બિનજરૂરી જગ્યાઓ ઉપર જવાનું ટાળવું જોઈએ એ જ સમયની પણ માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *