અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે થયેલ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા..

Share this:

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે થયેલ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા

અંકલેશ્વરના જે.કે.એપાર્ટમેન્ટમાં રહેતો નસિમખાન કદીરખાન પોતાના કામદાર બિલાલખાન રિયાઝ મહમદખાન તેમજ અન્ય મિત્ર જીતુ પટેલ તેમજ અફઝલ પઠાણ એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે બેઠા હતા. તે દરમિયાન તેઓના કોમ્પ્લેક્ષ પાછળ સ્પા ચલાવતા અકીલખાન કદીરખાન અને ગુલફાન શબ્બીરખાન તેઓ પાસે આવ્યા હતા. અને બિલાલખાનને પાણીનો કોક કેમ બંધ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.જે ઝઘડાનું ઉપરાણું લઈ અન્ય બે ઈસમ આમિરખાન અને સાહિલખાને પાર્કિંગમાં બેઠેલા યુવાનો પર લાકડાના સપાટા લઈ તૂટી પડ્યા હતા. અને ચારેય યુવાનોને મારમાર્યો હતો. બનાવ અંગે શહેર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ આજરોજ આ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં લાકડીઓના સપાટા સાથે યુવાનોને મારમારી કરતાં જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *