ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ)ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

Views: 3
0 0

Share with:


Read Time:2 Minute, 11 Second
ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ)ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

****ભરૂચ મામલતદાર સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે મંગલેશ્વરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ***
*

ભરૂચ: મંગળવાર: વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો.જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કબીરવડમાં શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર ખાતે ભરૂચ મામલતદાર(ગ્રામ્ય) સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે આયોજિત રવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુર ખાતેથી જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે, યોગથી તણાવ ઘટે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.તેમજ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના યોગ અંગેના જીવંત પ્રસારણને પણ લોકોએ નિહાળ્યો હતો.આ પ્રસંગે યોગ પ્રશિક્ષકની ટીમ દ્વારા વિવિધ યોગાસનો કરાવીને તેની મહત્તા પણ સમજાવી હતી.યોગ અંગેના સંકલ્પ લેવડાવી લોકોને નિયમિત રીતે યોગાસનો કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ધ્રુવ પટેલ તથા નાયબ મામલતદાર શ્રી ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉપરાંત નર્મદા હાઈસ્કુલ,નિકોરા હાઈસ્કુલ અને મંગલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ નિદર્શનમાં જોડાયા હતા તથા વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

Next Post

પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ગાંધીનગર જિલ્લા નું અધિવેશન સેક્ટર 30 નાં મુક્તિધામ ખાતે યોજાયું..

Wed Jun 22 , 2022
Share with: પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું […]
પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ગાંધીનગર જિલ્લા નું અધિવેશન સેક્ટર 30 નાં મુક્તિધામ ખાતે યોજાયું..
error: Content is protected !!